મોરબીમાં વિજયાદશમીએ ત્રણ સ્થળે રાવણ દહન

- text


રાવણ દહન સાથે દરેકની ભીતરમાં રહેલા દુર્ગુણોનો નાશ કરવાની હાકલ કરાઈ

મોરબી : મોરબીમાં ગઈકાલે અસત્ય પર સત્યના વિજય રૂપે વિજયાદશમીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને અર્ધમ પર ધર્મના વિજય રૂપે ત્રણ સ્થળે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન કરીને દરેકની ભીતરમાં રહેલા દુર્ગુણોનો નાશ કરવાની હાકલ કરાઈ હતી.

મોરબીમાં વિજયાદશમી નિમિતે ગઈકાલે રાત્રે અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા પ્રથમ વખત 15 ફૂટ જેટલા ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં નાના બાળકોને ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજીની વેશભૂષા પહેરાવી રાવણ દહન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે દલવાડી સર્કલ પાસે આવેલ મશાલની વાડી ખાતે વર્ષોની પરંપરા મુજબ બહુચર બાળ મંડળ દ્વારા 35 ફૂટ ઉંચા રાવણના ભવ્ય પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. જો કે રાવણ દહન પહેલા રામ અને રાવણનું યુદ્ધ થયું હતું. એમાં રામના હાથે રાવણનો નાશ થતા રાવણ દહન કરાયું હતું. આ રાવણને સળગવા માટે તીરની બોલી બોલાય છે અને તેમાં થતી આવકને ગૌશાળામાં અર્પણ કરવામાં આવે છે. આ રીતે વિશ્વકર્મા સોસાયટીમાં પણ રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

- text

- text