દશેરાએ શસ્ત્રપૂજનનું મહત્વ : રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બાળીને કરાતી ઉજવણીઆ દિવસે માતા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ તથા ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કરાયેલોમોરબી : હિન્દુ ધર્મમાં દશેરાનો તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. દશેરા એ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો, અધર્મ પર ધર્મનો તેમજ અસત્ય પર સત્યની જીત માટે ઉજવાતો તહેવાર છે. નવ દિવસ શારદીય નવરાત્રીના અંત પછી આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવે છે. દશેરાના દિવસે દેશના ઘણા ભાગોમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બાળવામાં આવે છે. દશેરાની ઉજવણી માટે રાવણ અને મહિષાસુરના વધની કથા પ્રચલિત છે.માતા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધમહિષાસુર નામનો એક રાક્ષસ હતો. જેને બ્રહ્માજી તરફથી વરદાન મળ્યું હતું કે પૃથ્વી પર રહેતા કોઈપણ દેવ-દાનવ અથવા કોઈપણ પ્રાણી તેને મારી શકે નહીં. વરદાન મળવાથી મહિષાસુરે સમગ્ર બ્રહ્માંડમાં તબાહી મચાવી દીધી. બ્રહ્માંડના ઉદ્ધાર અને મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગા દેવીએ જન્મ લેવો પડ્યો હતો. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી માતા દુર્ગા અને રાક્ષસ મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે એટલે કે અશ્વિન મહિનાના દસમા દિવસે માં દુર્ગા દેવીએ મહિષાસુરનો વધ કર્યો અને સમગ્ર સૃષ્ટિ રાક્ષસના ક્રોધથી મુક્ત થઈ. ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધજે દિવસે માતા દુર્ગા દેવીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો તે જ દિવસે ભગવાન રામે ત્રેતાયુગમાં રાવણનો પણ વધ કર્યો હતો. ભગવાન શ્રી રામે રાવણ સામે યુદ્ધ જીતવા માટે આદિશક્તિ માતા દુર્ગા દેવીની પૂજા કરી હતી. શ્રી રામે સંપૂર્ણ નવ દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા કરી. દેવી માતા શ્રી રામની પૂજાથી પ્રસન્ન થયા અને તેમણે ભગવાન રામને રાવણ સાથે યુદ્ધ જીતવા માટે આશીર્વાદ આપ્યા. દેવી માતાનું વરદાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું. જેમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો. તે દિવસે અશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિ હતી. આથી, ભગવાન રામના વિજયના દિવસને દશેરાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.