મોરબી : વિજ્યા દશમીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઈન્ડિયા તિબેટ સમન્વય સંઘના રાષ્ટ્રીય મંત્રી યજ્ઞાબેન જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રની વિવિધ સમસ્યામાં આપણી ભૂમિકાની છણાવટ કરી હતી. પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના સમન્વયની તથા ભગવાન શ્રી રામના વિજયની વિભાવના રજૂ કરી હતી. આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, વિશ્વ હિંદુ પરિષદના રમેશભાઈ પંડ્યા, બ્રહ્મ અગ્રણી બી. કે. લહેરુ, એડવોકેટ જગદીશ ઓઝા, કિશનભાઈ ઉપાધ્યાય, ડો. રાજુભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની ભૂદેવ, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, ડો. આશિષભાઈ ત્રિવેદી, ડો રવીન્દ્રભાઈ ભટ્ટ, ડો. ઉત્સવભાઈ દવે, કિશોરભાઈ પંડ્યા, અજયભાઈ ધાંધલ્યા, પ્રકાશભાઈ ઠાકર, આર્યન ત્રિવેદી, ભાવિન પંડ્યા, હિરેન જાની, ભાર્ગવ દવે, ધર્મેન્દ્ર શુક્લા, બકુલભાઈ મેહતા, વિનુભાઈ ભટ્ટ, ડો શર્મા, પલાભાઈ રાવલ, જયેશભાઈ રાવલ, દીપકભાઈ પૂજારી, ગૌરાંગભાઈ રાવલ, બિપીનભાઈ ભટ્ટ, રાજીવ ભટ્ટ, સુભાષભાઈ પંડ્યા, દિલિપભાઈ જોષી, કાનાભાઈ જોષી,ઉજ્જવલ મહેતા, મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન જોષી, ગીતાબેન ત્રિવેદી, જયશ્રીબેન જોષી, ક્રિષ્નાબેન, પ્રજ્ઞાબેન ઓઝા, દક્ષાબેન જોષી, ઉષાબેન પંડ્યા, ભાવનાબેન, પુનમબેન, વંદનાબેન, નિલીમાબેન, સહિતના મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અમુલભાઈ જોષીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, કમલભાઈ દવે, મિલેશભાઈ જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.