મોરબી : મોરબીના એવન્યુપાર્ક ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ અને ઉલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં નાની નાની બાળાઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમજ બાળ કલાકારો દ્વારા મહિષાસુર વધ નાટક ભજવી પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ રીતે નવ દિવસ સુધી માતાજીની આરતી ઉતારી, ગરબા રમી આરાધના કરવામાં આવી હતી.