કહેવાય છે કે ભગવાન શ્રી રામને જલેબી તથા તેમના ભક્ત હનુમાનજીને ચણાની વાનગી પ્રિય હતીમધ્ય યુગમાં પર્સિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી આવીજલેબીમાં રહેલું ટીરામાઈન શરીરમાં સેરાટોનિનને કંટ્રોલ કરે છેમોરબી : દશેરા અસત્ય પર સત્યના વિજયને દર્શાવતું મહાપર્વ છે. ભગવાન શ્રી રામે દશ મથાળા રાવણનો જ્યારે વધ કર્યો હતો, તે દિવસે આસો સુદ દસમ હતી. તેથી, આ દસમને દશેરા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે લોકો રાવણ દહનનો કાર્યક્રમ માણ્યા બાદ જલેબી અને ફાફડા ખાઈને દશેરાના પર્વને ઉજવતા હોય છે. ગુજરાતીઓ તો હરહંમેશ ખાવાના શોખીન હોય છે પણ જ્યારે પરંપરા જ ગુજરાતીઓને જલેબી-ફાફડા ખાવા માટે પ્રેરિત કરતી હોય ત્યારે જલેબી-ફાફડાની દુકાને ગુજરાતીઓની લાઈન લાગે, તે વાતમાં કોઈ નવાઈ નથી. ત્યારે દશેરાના દિવસે ગુજરાત આખામાં ફાફડા અને જલેબી ખૂબ મોટી સંખ્યામા આરોગવામાં આવે છે. દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગાંઠિયા અને જલેબીની ખરીદી કરવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે. ઉપરાંત, અમુક સ્થળોએ કંદોઈને બોલાવીને ગાંઠિયા જલેબી બનાવીને વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે. અટલે આ સમયે ગાંઠિયા-જલેબી બનાવનારા કારીગરોની જબરી માંગ ઊભી થતી હોય છે.કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન નવ દિવસના ઉપવાસ કર્યા પછી જ્યારે ઉપવાસને તોડવાનો દિવસ આવે, ત્યારે ઉપવાસને ચણાના લોટની બનતી વાનગીથી ખાઈને તોડવો જોઈએ. જેથી, નવરાત્રિના નવ દિવસ બાદ દસમાં દિવસે ચણાના લોટમાંથી બનતા ફાફડા ખાઈને ઉપવાસને તોડવામાં આવતો હોય છે.પૌરાણિક માન્યતાપૌરાણિક માન્યતા પ્રમાણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનને જલેબી ખૂબ પ્રિય હતી. તે સમયે જલેબીને શશકૌલીના નામથી ઓળખવામાં આવતી હતી. તેમજ કહેવાય છે કે શ્રી રામના ભક્ત હનુમાનજીને ચણાની વાનગી ખૂબ જ પ્રિય હતી. આથી, લોકો ભગવાન રામની રાવણ ઉપર થયેલી જીતની ઉજવણી કરવા માટે રામ ભગવાનની પ્રિય એવી વાનગી જલેબી સાથે ફાફડાની લિજ્જત માણતા હોય છે.જલેબીનો ઈતિહાસજલેબી શબ્દ એ અરેબિક શબ્દ ઝુલાબિયા પરથી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મધ્ય યુગમાં પર્સિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી આવી હતી. ત્યારથી લઈને પેઢીઓની પેઢીઓથી આપણે ખાસ પ્રકારની લઝીઝ જલેબીની મજા માણીએ છીએ.ફાફડા-જલેબી ખાવાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સપ્ટેમ્બર-ઓક્ટબર માસમાં બે ઋતુ ભેગી થાય છે. આવા સમયે હવામાન ફેરફાર થતો હોવાથી શરીરમાં સિરોટોરિન તત્વ ઘટી જાય છે. જલેબીમાં ટીરામાઈન નામનું તત્વ હોય છે, જે શરીરમાં સેરાટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત, દૂધને જલેબી સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. પરંતુ વધુ માત્રામાં જલેબી અને ફાફડા ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.જલેબીએ મેદામાંથી બનાવવામાં આવતી હોય છે અને ફાફડા એ ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. વધારે પડતા ફાફડા ખાવાથી આળસ ચડે છે અને થાક પણ લાગે છે. ઉપરાંત તળેલી વસ્તુ વધુ ખાવાથી પેટની ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. જેથી જો મર્યાદામાં ફાફડાને જલેબીની મજા માણવામાં આવે તો એ ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ ગણાય છે.