ટંકારા તાલુકાના મિતાણા નજીક આઇનોક કંપનીમાં બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલી આઇનોક કંપની ખાતે પવનચક્કીમાં કામ કરતી વેળાએ રાજકોટના રતનપર ગામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલી આઇનોક કંપની ખાતે પવનચક્કીમાં કામ કરી રહેલા રાજકોટ તાલુકાના રતનપર ગામના કૌશિકભાઈ રણછોડભાઈ પઢીયાર ઉ.23 નામના યુવાનને વીજશોક લગતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.