ઝૂલતાપૂલની દુર્ઘટના અત્યંત કરુણ હોવાથી ધૂન ભજન સાથે પોથીયાત્રા નીકળીમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાની આગામી 30 ઓક્ટોબરે પ્રથમ વરસી છે. આ દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હોય આ ગોઝારી દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે સામાજિક કાર્યકરો દ્વારા ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે ઝૂલતાપૂલની દુર્ઘટના અત્યંત કરુણ હોવાથી ધૂન ભજન સાથે પોથીયાત્રા કાઢવામાં આવી હતી.મોરબીના ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આ ઝૂલતાપુલની દુર્ઘટનાના 135 દીવગત આત્માઓની શાંતિ માટે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી દ્વારા ઝૂલતાપૂલની દુર્ઘટનાના સ્થળે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝૂલતાપૂલની દુર્ઘટના અત્યંત કરુણ હોવાથી ભવ્યને બદલે ધૂન ભજન સાથે સામાંકાંઠે આવેલ અગનેશ્વર મહાદેવ મંદિરથી ઝૂલતાપૂલની દુર્ઘટનાના કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. કથા સ્થળે 135 દિવગતોની તસવીરો રાખીને પૂજન કરવામાં આવ્યું હતું.રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન અને રતનબેન દ્વારા ભાગવત કથા શરૂ કરવામાં આવી હતી. જ્યારે 135 દીવગતોની તસ્વીર જોઈને હાજર રહેલા તેમના પરિવારજનોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આ ભાગવત કથા સાત દિવસ સુધી ચાલશે.