મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્ય ગીરીશભાઈ શેઠના પુત્ર પાર્થ શેઠનો આજે જન્મદિવસ હોય મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને આનંદિત કરી પાર્થ શેઠે જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જાગૃતિબેન, જયશ્રીબેન, નિર્મળાબેન જોડાયા હતા.