મોરબી : આવતીકાલે ઠેર ઠેર વિજ્યા દશમીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મોરબીમાં બહુચર બાળ મંડળ દ્વારા વિજયા દશમી નિમિતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું છે.મોરબીના બહુચર બાળ મંડળ દ્વારા મોરબીના દલવાડી સર્કલની બાજુમાં મશાલની વાડી ખાતે 24 ઓક્ટોબર ને મંગળવારે રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન વિજ્યા દશમી નિમિત્તે રાવણ દહન કરવામાં આવશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.