મોરબી, રાજકોટ અને જામનગરના ટેકસી એશોશીયન દ્વારા હિરાસર એ૨પોર્ટને રજુઆતમોરબી : હિરાસર એ૨પોર્ટમાં ટેક્સીનો ચાર્જ ન વસુલવા તેમજ લુખ્ખાતત્વો દ્વારા થતી કનડગત દૂર કરવાની માંગ સાથે મોરબી, રાજકોટ, જામનગરના ટેકસી એશોશીયન દ્વારા હિરાસર એ૨પોર્ટને રજુઆત કરવામાં આવી છે.મો૨બી ટેકસી એશોશીયનએ હીરાસર એરપોર્ટને લેખીતમાં ૨જુઆત કરી હતી કે, હિરાસર એ૨પોર્ટમાં આમા૨ી ટેકસી ગ્રાહકોને મુકવા માટે આવતી હોય ત્યારે અમારી પાસેથી હિરાસર એરપોર્ટ દ્રારા બન્ને સાઈડનો ટેકસીનો ચાર્જ વસુલવામાં આવે છે જે કોઈપણ એરપોર્ટ મુકવા જઈએ ત્યારે લેવામાં આવતો નથી.ટેકસી એશોશીયન રજુઆતમાં જણાવાયુ છે કે હિરાસર એરપોર્ટ પર અમુક લુખ્ખાતત્વો દ્વારા ટેકસી ચાલકો ગ્રાહકોને લેવા મુકવા આવે ત્યારે આગમન પાસે આડા ઉભા રહીને હેરાન ક૨ે છે. ટેકસીમાં બેસવા દેતા નથી, અન ડ્રાઈવ૨ોને પણ હે૨ાન કરે છે. વારંવાર અમારા ડ્રાઈવરને મા૨વાની ધમકી આપે છે. તથા પૈસાની માંગણી કરે છે. અને ટેકસીને નુકશાન પહોચાડવાની વાત કરે છે. તથા એરપોર્ટ આવતા અમારા ગ્રાહકોના બેગ–સામાન લઈ પોતાના લાગતા વળગતાની ગાડીમાં મુકી ગ્રાહકો તે ગાડીમાં જવા માટે બળજબરી પુર્વક દબાણ કરે છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો અનશન પર ઉતરવાની ચીમકી આપી છે.