ટંકારા : ડેમી-1 ડેમમાંથી ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી આપવા માંગ 

- text


ટંકારા : શિયાળુ પાક માટે ટંકારા તાલુકાના વિવિધ ગામડાના ખેડૂતોએ ડેમ-1 સિંચાઈમાંથી પાણી આપવા માટે કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના કલ્યાણપુર, હીરાપર, લખધીરગઢ, જબલપુર, નાના ખીજડીયા, મોટા ખીજડીયા ગામના ખેડૂતોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, જો ડેમ-1 એક સિંચાઈ યોજનામાંથી 1 નવેમ્બરના રોજથી પાણી આપવામાં આવે તો ખેડૂતો સમયસર શિયાળુ પાકનું વાવેતર કરી શકે. તો આ માગણી સંતોષવા માટે તાત્કાલિક નિર્ણય લેવા માટે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text