મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી પર્વ નિમિત્તે શાળામાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મન ભરીને ગરબે રમ્યા હતા.લીલાપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિવિધ રાસ જેવા કે હુડો, બેહણી, દોઢીયુ, હીંચ, ટીટોડો, ત્રણ તાલી ગરબા આનંદ, ઉલ્લાસ અને ઉમંગભેર રમ્યા હતા. વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈ ગરબે રમ્યા હતા. વિદ્યાર્થીઓને પરંપરાગત ડ્રેસ અને શ્રેષ્ઠ ગરબા નૃત્યના પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય શિક્ષિકા દેલવાડીયા ગીતાબેન દ્વારા શાળાના બાળકોને નવરાત્રીના શુભ દિવસે શૈક્ષણિક કીટ અર્પણ કરી તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક રોહિતભાઈ દ્વારા રાસોત્સવ રમ્યા બાદ તમામ બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું.