વાંકાનેરના વીરપરમાં ભુરાની વાડીમાંથી દેશી દારૂ અને આથો ઝડપાયો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધનકેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઇ ચોંડાભાઇ રીબડીયા નામના આરોપીએ એરંડાના પાકમાં દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો છુપાવ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા એરંડામાંથી 1600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 3200 તેમજ 60 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 4,400નો મુદામાલ મળી આવતા પોલીસે ભૂરાને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text