મોરબી : મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જીલ્લા ભાજપ સંગઠનના પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકીય આગેવાન નિર્મલભાઈ સામતભાઈ જારીયાની નિમણૂંક કરવામાં આવી છે.નિર્મલભાઈ જારીયા અગાઉ મોરબી જીલ્લા ભાજપના મંત્રી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપના પ્રભારી તરીકે રહી ચૂક્યા છે. હાલ તેમને બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની નિમણૂંક કરાતા તેમના શુભ ચિંતકો, મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.