હળવદ શાકભાજી લેવા આવેલી વેગડવાવ ગામની પરિણીતા ગુમ 

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતી પરિણીતા હળવદ ખાતે શાકભાજી લેવા આવ્યા બાદ ગુમ થઈ જતા તેણીના પતિએ હળવદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે,

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઇ દેવજીભાઇ મોરી ઉ.41ના ધર્મપત્ની કલ્પનાબેન જગદીશભાઇ મોરી ઉ.34 ગત તા.18 ઓક્ટોબરના રોજ તેમના દિયર પ્રતાપભાઈ સાથે શાકભાજી લેવા માટે હળવદ આવ્યા હતા જ્યાં પ્રતાપભાઈએ કલ્પનાબેનને ધ્રાંગધ્રા દરવાજા ખાતે ઉતાર્યા બાદ કલ્પનાબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાનું તેમના પતિ જગદીશભાઈએ હળવદ પોલીસ મથકમાં જાહેર કર્યું છે, લાપતા થયેલા કલ્પનાબેન શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણ, મોઢુ લંબગોળ, ઉચાઇ આશરે 5 ફુટ 2 ઇંચ જેટલી અનેઆંખો કાળી છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે, કેશરી ગુલાબી કલરની સાડી પહેરલ છે. જો કોઈને કલ્પનાબેન વિષે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવાયું છે.

- text

- text