મોરબી : અરબી સમુદ્રમાં લોપ્રેસર ઉદ્દભવ્યું હોય ચક્રવાતનો ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી હવામાન વિભાગ દ્વારા આ મામલે કોઇ ચોક્કસ આગાહી જાહેર કરવામા આવી નથી. પણ અનેક બંદરો ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે નવલખી બંદરે પણ એક નંબરનું સિગ્નલ લગાવાયા બાદ આજે 2 નબરનું સિગ્નલ.લગાવવામાં આવ્યું છે. દરિયામાં હજુ સુધી કોઈ ગતિવિધિ નથી સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ લગાવાયું છે.