મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના નાગલપર ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હસમુખભાઇ દેવજીભાઇ મકવાણા અને ધિરૂભાઇ વાલાભાઇ જખાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.