મોરબીમાં શંકાસ્પદ નશાકારક આયુર્વેદિક શિરપની 1680 બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની ૧૬૮૦ નંગ બોટલ સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. આ ઉપરાંત જથ્થો મોકલનાર રાજકોટના શખ્સને પણ પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કુબેરનગર શેરીનં.૩ માથી હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા ઉ.વ.૨૩ અને વીક્રમસીહ સુરેશસિંહ જાડેજાને આયુર્વેદીક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ- ૧૬૮૦ કિ.રૂ.૨,૫૨,૦૦૦/- ના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે. તેઓની પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે.રાજકોટવાળાએ મોકલ્યાનું ખુલતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text