વધતા જતા હાર્ટ એટેકના બનાવને પગલે જનજાગૃતિ અર્થે નિદર્શન કાર્યક્રમનું આયોજનમોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. ત્યારે ખેલૈયાઓમાં જાગૃતિ વધે તે ઉદેશથી આજે છઠ્ઠા નોરતે CPR નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે નવરાત્રી અને ગરબાનો આનંદ માળી રહ્યા છે. જેમાં આજે છઠ્ઠા નોરતે ગરબાની સાથે તા.20ના રોજ રાત્રે CPR નિદર્શન કાર્યક્રમ યોજાનાર છે. હાલ યુવા વયમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેનો જીવ બચાવવા શુ શુ પગલાં લેવા તે અંગે જાગૃતિ ફેલાય તે માટે સમર્પણ હોસ્પિટલની ટિમ દ્વારા નવરાત્રી મહોત્સવ ખાતે CPR નિદર્શન કાર્યક્રમ યોજાશે.