હળવદ : હળવદના સમલી ગામે શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા આવતીકાલ તારીખ 22-10-2023 ને રાત્રે 9:30 કલાકે સમલી ગામની મેઇન બજારમાં રાંકનું રતન નાટક ભજવાશે. રતનનું પાત્ર નાનુભાઈ વ્યાસ ભજવશે. આ સાથે પેટ પકડીને હસાવતું કોમિક બારેશ્વરનો સ્વયંવર પણ યોજાશે. આ નાટક અને કોમિક નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને શક્તિ યુવક મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.