મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે રવિવારે વીજકાપ

- text


મોરબી : આવતીકાલ તારીખ 22/10/2023ના રોજ નવા કામની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડર સવારે 8 થી બપોરના 11 વાગ્યા સુધી બંધ રહેશે.

- text

જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.1,2,3 ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફિડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી.

- text