મોરબી : રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ- મોરબી દ્વારા આગામી તારીખ 27 ઓક્ટોબર ને શુક્રવારના રોજ રાત્રે નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસે આવેલા મિલન પાર્ટી પ્લોટ ખાતે રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ- મોરબી દ્વારા 27 ઓક્ટોબર ને શુક્રવારે રાત્રે 8 કલાકે રામાનંદી સાધુ સમાજ માટે ફ્રી એન્ટ્રી નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનિયર દયાભાભી કાજલ લશ્કરી, યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે ઉપસ્થિત રહેશે. ટ્રેડિશનલ ડ્રેસ પર આકર્ષક ઈનામો પણ આપવામાં આવશે. રમવા આવનારે આઈકાર્ડ સાથે લાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે હિતેશભાઈ રામાવત (મો.નંમ. 9426316904), રવિભાઈ રામાનુજ (મો.નં. 7575047676) પર સંપર્ક કરવા જણાવાયું છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રઘુનંદન સ્ટુડિયો મોરબી દ્વારા નિશા સાઉન્ડના સથવારે કરાશે.