મોરબી : મોરબીના જીઆઇડીસી પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં આજે પણ શેરી ગરબા યથાવત રહ્યા છે. બાળાઓ પ્રાચીન ઢબથી શેરી ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. આ ભદ્ર વિસ્તારની સોસાયટીમાં શેરી ગરબાની રમઝટ બોલી રહી છે.મોરબીના જીઆઇડીસી પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પ્રાચીન ઢબથી જ ગરબી યોજાઈ છે. જેમાં નિલેશભાઈ, વિશાલભાઈ, મનુભાઈ, રાજુભાઇ સહિતના સ્થાનિકો રાસ ગરબાનું આયોજન કરે છે. આ સોસાયટીના લોકો શિક્ષિત હોવા છતાં ગરબીમાં જૂની પરંપરા યથાવત રાખી છે. ખાસ કરીને બાળાઓ દ્વારા શેરી ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે. શેરી ગરબાનું એટલું મહત્વ છે કે આ સોસાયટીની બાળા કે મહિલાઓને બીજે ક્યાંય ગરબીમાં જવું પડતું નથી. તેમજ નાસ્તો પણ આપવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.