તેજ વાવાઝોડાથી ગુજરાતને કોઈ અસર નહિ, તેની દિશા યમન તરફ

- text


સાવચેતીના ભાગરૂપે અનેક બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવાયા, માછીમારોને એલર્ટ કરાયા

મોરબી : તેજ વાવાઝોડાથી ગુજરાતને કોઈ અસર થવાની નથી. તેની દિશા હાલ યમન તરફ છે. ગુજરાતમાં હાલ સાવચેતીના ભાગરૂપે બંદરો ઉપર બે નંબર સિગ્નલ લગાવવાના અને માછીમારોને એલર્ટ કરવાના પગલાં લેવાયા છે.

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે વાવાઝોડું ‘તેજ’ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર તીવ્ર બન્યું છે અને હાલમાં યમનના સાક્રોટા નજીક તબાહી મચાવી શકે છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘તેજ’ ખૂંખાર બની રહ્યું છે. હાલ 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દરિયામાં પવન ફૂંકાઈ રહ્યો છે. બીજી બાજુ, આવતી કાલ રાત સુધીમાં વાવાઝોડું વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને પવનની ગતિ 175 સુધી થઈ શકે છે. સાથે જ 20 કિમીની ઝડપથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડાની દિશા યમન અને ઓમાન તરફ છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે ગુજરાતના તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

- text

- text