વાંકાનેરના લુણસર ગામના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

- text


ઓણસાલ ઓછા વરસાદને કારણે તળાવનું પાણી ઘટવાની સાથે તળાવમાં કપડા ધોવાતા હોય માછલીઓના મૃત્યુ થયા હોવાનું તારણ 

વાંકાનેર : વાકાનેર તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે.

વાંકાનેરથી અમારા પ્રતિનિધિના અહેવાલોમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક દિવસથી વાંકાનેર તાલુકાના લુણસર ગામમા આવેલ તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. ખાસ કરીને આજના દિવસમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા તળાવની ફરતે કાંઠાના ભાગે માછલીઓના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે.

- text

બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વર્ષે ઓછો વરસાદ થયો છે ત્યારે ગામના લોકો તળાવના પાણીમા કપડા ધોવા ઉપરાંત ઢોર ઢાંખરને પાણી પાવા માટે આવતા હોય સંભવતઃ તળાવમાં ઓક્સીનનું પ્રમાણ ઘટવાની સાથે બે દિવસથી પડી રહેલા તાપને કારણે પણ માછલીઓના સામુહિક મૃત્યુ થયા હોવાનું મનાય રહ્યું છે. તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુથી ગામલોકો ચિંતાતુર બન્યા છે.

- text