મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ અને મહિલા મોરચાના હોદ્દેદારોની નિયુક્તિ

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચો અને મહિલા મોરચાના હોદ્દેદારોની આજરોજ નિયુક્તિ કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી સાથે વિચાર વિમર્શ કરી બક્ષીપંચ મોરચો તેમજ મહિલા મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે જારીયા નિર્મળભાઇ સામંતભાઈ, ઉપપ્રમુખ તરીકે ચૌહાણ વનરાજસિંહ નાગજીભાઈ, દિનેશભાઈ લાભશંકરભાઈ વ્યાસ, ડાયાભાઈ મશરૂભાઈ સરૈયા, જીતેનભાઈ દિલીપભાઈ અગેચાનીયા, મહામંત્રી તરીકે મહેશભાઈ ધીરુભાઈ સિંધવ, મહેશભાઈ બાબુભાઈ કોળી, મંત્રી તરીકે હેમુભાઈ તળશીભાઇ ધરજીયા, ઉગાભાઇ ગોવિંદભાઈ રાઠોડ, સુરેશભાઈ પોપટભાઈ શિરોહીયા, ઘનશ્યામભાઈ વાઘજીભાઈ દલવાડી, કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા, કોષાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ વિનોદભાઈ કંઝારીયા તથા કાર્યાલય મંત્રી તરીકે જયંતભાઈ વસંતભાઈ વડગામાની નિમણૂક કરવામાં આવી છે.

- text

આ સાથે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચામાં પ્રમુખ તરીકે ભાવનાબેન એ.કૈલા, ઉપપ્રમુખ સીમાબેન સોલંકી, હર્ષાબેન એસ.મહેતા, ભાવનાબેન ગજ્જર, જોસનાબેન રાઠોડ, મહામંત્રી તરીકે નિર્મલાબેન હડિયલ, જશુબેન શાંતિલાલ પટેલ, મંત્રી તરીકે પ્રફુલાબેન કે.મેરજા, ખુશ્બુબેન સોની, ગીતાબેન દેવકરણભાઈ પરમાર, કાજલબેન લોઢીયા, શારદાબેન રાજુભાઈ મોરતરીયા, કોષાધ્યક્ષ તરીકે પૂનમબેન મનીષભાઈ હિરાણી તથા કાર્યાલય મંત્રી તરીકે દર્શનાબેન જોશીની નિમણૂક કરવામાં આવી છે.

- text