કમલેશભાઈ બોરીચા સહિતના આગેવાનોએ વાયરલ થતા ખોટા મેસેજનું ખંડન કર્યુંમોરબી : મોરબીમાં સર્વ સમાજની બહેનો માટે નિઃશુલ્ક રાસ ગરબાનું આયોજન કરનાર સંકલ્પ નવરાત્રી મહોત્સવને લઈ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા ખોટા મેસેજ વાયરલ કરી હિન્દૂ સમાજમાં ભાગલા પાડવા હીન પ્રયાસ કરવામાં આવતા આજે મોરબીના તમામ હિન્દૂ સંગઠનોએ સંકલ્પ નવરાત્રીની સાથે જ હોવાનો સંદેશ આપ્યો છે.છેલ્લા બે દિવસથી કેટલાક વિઘ્ન સંતોષી તત્વો દ્વારા સમગ્ર હિન્દૂ સમાજ માટે ગૌરવરૂપ કામગીરી કરી રહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવને હાનિ પહોંચાડવા ખોટા ઓડિયો અને વીડિયો મેસેજ વાયરલ કરતા આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી, હિન્દૂ સંગઠનના અગ્રણી કમલેશભાઈ બોરીચા તેમજ અન્ય હિન્દૂ સંગઠનના આગેવાનો સાથે ખાસ બેઠક મળી હતી જેમાં તમામ હિન્દૂ સંગઠનો સંકલ્પ નવરાત્રી સાથે હોવાનો સુર વ્યક્ત કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિઘ્ન સંતોષીઓના અફવા ભર્યા ઓડિયો, વિડિયો મેસેજનું ખંડન કરી હિન્દૂ એકતાના દર્શન કરાવ્યા હતા.