મોરબી : મોરબીમાં સામા કાંઠે આવેલા શ્રી ગૌશાળાની મેલડી માતાજીના મંદિરે 35 વર્ષ પછી પહેલી વખત નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મંદિરના પટાંગણમાં દરરોજ રાત્રે 101 દીવડાની અલગ-અલગ ડીઝાઈન બનાવી માતાજીની આરતી કરવામાં આવે છે. તેમજ ધુપ અને ધુવાણા સાથે માતાજીના રાસ ગરબા કરી આરાધના કરવામાં આવે છે. મોરબીની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ગૌશાળા વાળી મેલડી માં ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.