મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના નાની બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમતા ચાર આરોપીઓને રોકડા રૂપિયા 52,020 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ મોરબીની નાની બજારમાં વિશ્વકર્મા મંદિર પાસે રહેતો આરોપી એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા દરોડા દરમિયાન આરોપી એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા, કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર, સુલતાનભાઇ રજાકભાઇ સીપાઇ અને મુનીરઅહેમદ રજાકભાઇ કાસમાણી નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 52,020 કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.