વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતો ટંકારા ધ્રુવનગરનો વિદ્યાર્થી 

- text


ટંકારા : ટંકારા તાલુકાની ધ્રુવનગર પ્રાથમિક શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવાર અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ધ્રુવનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 7ના વિદ્યાર્થી ભવ્ય જીવાણીએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવની વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સ્પર્ધામાં ભવ્ય જીવાણીને વિક્રમ સર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હવે તે સૌરાષ્ટ્ર ઝોન સ્પર્ધામાં રાજકોટ ભાગ લેવા જશે. આમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ભવ્ય જીવાણીએ શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

- text