હળવદ : આવતીકાલે તારીખ 21 ઓક્ટોબર ને શનિવારે સાતમા નોરતે નવા દેવળીયા ગામે ગોપાલ ગરબી મંડળ દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરાયું છે. ગોપાલ ગરબી મંડળ દ્વારા સમ્રાટ હર્ષ (ગરીબોનો બેલી) નાટક અને પેટ પકડીને હસાવતું કોમિક માણકીની માથાકુટ ભજવવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક અને કોમિક નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.