મોરબી : મોરબીમાં ગેસ વેલ્ડીંગ કરતી વખતે બાઇક સળગી ઉઠ્યું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતોપ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામેના ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં આજે એક બાઇક ઉપર ગેસ વેલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન તીખારા ઝરતા બાઇકમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સળગતા બાઇક ઉપર પાણીનો મારો ચલાવો આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.