મોરબીમાં ગલગલીયા કરાવતા વધુ એક સ્પામાં દરોડો : મહિલા સંચાલકની ધરપકડ 

- text


બેલા ગામની સીમમાં ઓમ કોમ્પલેક્ષમાં પહેલા માળે સ્પાની આડમાં ધમધમતું હતું કુટણખાનું 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સ્પાની આડમાં ઠેકઠેકાણે ધમધમી રહેલા કુટણખાનાઓ ઉપર દરોડાનો દૌર શરૂ થયો છે ત્યારે ગઈકાલે ત્રણ સ્પામાં દરોડા બાદ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તાલુકા પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિત કુટણખાના ઉપર દરોડો પાડી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્‍શન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાઓ ઉપર દરોડાનો દૌર શરૂ થવા છતાં મોરબીમાં સ્પા સંચાલકો બિન્દાસ્ત બની ગોરખધંધા ચલાવી રહ્યા હોય ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ડમી ગ્રાહકને સાથે રાખી બેલા ગામની સીમમાં ઓમ કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ નેક્ષા સ્પામાં દરોડો પાડતા સ્પા સંચાલક એવી મહિલા આરોપી શબાના હનીશ હૈદર ખાન ઉ.33, રહે. હાલ-નેક્ષા સ્પા, બેલા ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. 125-સુગંધાનગર, સાંવેર રોડ, ઇન્દોર, મધ્યપ્રદેશ વાળી ગ્રાહકોને ગેરકાયદેસર રીતે અનૈતિક શરીર સુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.

- text

વધુમાં તાલુકા પોલીસ ટીમે દરોડા દરમિયાન આરોપી શબાના હનીશ હૈદર ખાનને રોકડા રૂપિયા 6300 તેમજ અનૈતિક શરીર સુખ માણવા માટે આવતા ગ્રાહકો માટે રાખવામાં આવેલા કોન્ડમના પેકેટ સહિતના મુદામાલ સાથે ઝડપાઇ જતા પોલીસે મહિલા આરોપીને અટકાયતમાં લઈ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટ-1956 ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી), 6(1)(બી), મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text