હિંમત હોય તો ગ્રીનચોકમાં આવી જા ! મોરબીમાં પોલીસ ફરિયાદ કરનાર યુવાનને ધમકી 

- text


ગાડીના હપ્તા બાબતે યુવાનને ધમકી આપ્યા બાદ પોલીસના ડર વગર આરોપીની લુખ્ખી ધમકી 

મોરબી : મોરબીમાં ગ્રીનચોકમાં રહેતા યુવાને ગાડી વેચ્યા બાદ ગાડી લેનારે સમયસર હપ્તો ન ભર્યો હોય હપ્તો ભરવાનું કહેતા માથાભારે શખ્સ સહિતના ત્રણ શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવા ગર્ભિત ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસનો ડર રાખવાને બદલે માથાભારે શખ્સે ફરી આ યુવાનને ધમકી આપી હિંમત હોય તો ગ્રીનચોકમાં આવી જા કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોકમાં રામજીયાણીની શેરીમાં રહેતા વિરલભાઇ જગદીશભાઇ મીરાણીએ પોતાની ક્રેટા કાર આરોપી ઈરફાન સત્તારભાઈ ચાનીયાને વેચી હોય ગાડીનો હપ્તો સમયસર ભરાયો ન હોવાથી વિરલભાઇ જગદીશભાઇ મીરાણીએ ગાડીનો હપ્તો ભરી દેવા ઈરફાનને કહ્યું હતું. વધુમાં આ મામલે કોઈ લેવા દેવા ન હોવા છતાં અન્ય આરોપી સિકંદર દિલાવરભાઇ મોવર, રહે.ગોકુલ ફાર્મ સામે સ્વાસ્તીક એપાર્ટમેન્ટ મોરબી વાળાએ આ બાબતે વિરલભાઈને પૈસા મારી પાસે આવી ગયા છે અને હું તારી પાસે પૈસા મંગુ છું એમાં આ પૈસા જમા થઇ ગયા છે એમ કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી છરી વડે ઈજાઓ પહોંચાડતા વિરલભાઈએ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણમાં આવતા આરોપી સિકંદર દિલાવરભાઇ મોવર ઉશ્કેરાઈ ગયો હતો અને ફરી ફરિયાદી વિરલભાઇ જગદીશભાઇ મીરાણીને ફોન કરીને કહ્યું હતું કે જો તારામાં હિંમત હોય તો ગ્રીનચોક કે મકરાણીવાસમાં આવી જા તે મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી કહી ફરી એક વખત જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સિકંદર દિલાવરભાઇ મોવર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

- text