દેશી દારૂ ભરેલી સ્કોર્પિયો દીવાલ તોડી પાણીના વહેણમાં ખાબકી 

- text


મોરબીના પીપળી ગામે આવેલ મારૂતી પાર્ક સોસાયટીની પાછળ બનેલી ઘટનામાં સ્કોર્પિયો ચાલક નાસી ગયો 

મોરબી : મોરબીના પીપળી ગામ નજીક દેશી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર દીવાલ તોડી પાણીના વહેણમાં ખાબકતા સ્કોર્પિયો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે સ્કોર્પિયો ગાડીના નંબરને આધારે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ મારૂતી પાર્ક સોસાયટીમાં GJ-03-BA-6931 નંબરની સ્કોર્પિયો ગાડી દીવાલ તોડી પાણીના વહેણમાં ખાબકતા ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને સ્કોર્પિયો ચેક કરતા ગાડીમાંથી રૂપિયા 12,000નો 600 લીટર દેશી દારૂ મળી આવતા મોરબી તાલુકા પોલીસે સ્કોર્પિયો ગાડીના નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text