આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના નિર્દેશાનુસાર સમગ્ર ભારતભર માં નવરાત્રીના પર્વ દરમિયાન કન્યા પૂજન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા શહેરના જલારામ મંદિર ખાતે કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં કન્યાઓનુ પૂજન કરવામાં આવ્યુ હતુ તેમજ દરેક બાળાઓને સંસ્થા તરફથી ભેટ અર્પણ કરવામાં આવી હતી.મોરબી ખાતે કન્યા પૂજન પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, જીલ્લા મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરેન્દ્રભાઈ પાવ, ચિરાગભાઈ રાચ્છ, નિખિલભાઈ છગાણી, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની ગૃપના ભારતીબેન રામાવત, ભાવનાબેન સોમૈયા, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ, નયનાબેન મીરાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.