મોરબી : મોરબીમાં વાહનચોર તરખાટ મચાવી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી અજાણ્યો તસ્કર 50 હજારની કિંમતના બે અલગ - અલગ બાઈક ચોરી કરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર સાધના ક્લોક પાસેથી અજાણ્યો તસ્કર બોનીપાર્ક લક્ષમીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રાણજીવનભાઈ સુંદરજીભાઈ ઘેટીયાનું 30 હજાર રૂપિયાની કિંમતનું હીરો સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી જતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે બીજા કિસ્સામાં અયોધ્યાપુરી ચોક નજીક લાતીપ્લોટ-૬ ના ખુણા પાસે આવેલ ચામુંડા ટી-સ્ટોલની દુકાન પાસેથી અજાણ્યો તસ્કર જગદીશભાઇ રામજીભાઇ ખાંભલા, રહે.ગાયત્રીનગર કૃષ્ણનગર-2 વાવડીરોડ, મોરબી વાળાનું રૂપિયા 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.