લાયન્સ ઇન્ટરનેશનલ કલબના વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના જન્મદિવસની અનોખી ઉજવણી

- text


મોરબી :લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ કચ્છનાં ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલાના જન્મદિવસની લાયન્સ પરિવાર મોરબી દ્વારા સેવાવિક તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

લાયન્સ ઇન્ટરનેશનલ છેલા 105 વર્ષથી બશો થી પણ વધારે દેશમાં આંતરરાષ્ટ્રીય લેવલે જરૂરિયાત મંદ લોકોની જરૂરિયાત પુરી પાડી માનવતા અને કુદરતી આપત્તિનાં સમયમા સેવાના કામ કરતી વિશ્વની સૌથી મોટી ખૂબ જાણીતી એનજીઓ છે.લાયન્સ ઇન્ટરનેશનલ ઓક્ટોબર માસમાં ખાસ સેવા સર્વિસવિક ઉજવતું હોય છે. ત્યારે આ ઓક્ટોબર માસમાં મોરબીના પનોતા પુત્ર અને જેમણે જીવનમાં માનવતા અને સેવાને જીવન મંત્ર બનાવ્યો છે. તેવા લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલાનો 13 ઓક્ટોબરના જન્મદિવસ હોય રમેશભાઈ રૂપાલાના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા લાયન્સ પરિવાર મોરબી દ્વારા ખાસ સેવા વિકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા વીકના પ્રથમ દિવસે નેત્રયજ્ઞ કેમ્પ અને ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડોકટરની ટીમ દ્વારા લાભાર્થી ને તપાસીને જરૂરિયાત વાળા લોકોને ફ્રી ઓપરેશન કરાવી આપેલ હતું. સેવા વીકના બીજા દિવસે નાની વાવડી મુકામે માધ્યમિક સ્કૂલ અને કન્યાશાળાની દીકરીઓને આરોગ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત 2000 સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું .સેવા વીકના ત્રીજા દિવસે મોરબીના સ્લમ વિસ્તારમાં 250થી વધારે બાળકોને ભાવતું ભોજન કરવામાં આવ્યું. સેવા વીકના ચોથા દિવસે સંગાથ આશ્રમ રાસંગપર ખાતે વડીલોને મીષ્ઠ ભોજન કરાવવામાં આવ્યું. તેજ દિવસે મોરબીના રવાપર રોડ ખાતે ચાલી રહેલ ફી ટિફિન સેવામાં ડ્રાયફ્રુટ યુક્ત ચિલ્ડ દૂધપાક ખવડાવવામાં આવ્યો હતો. સેવા વીકના પાંચમા દિવસે સંગાથ આશ્રમના વડીલો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડોકટરની ટીમ દ્વારા દરેક વડીલનું નિદાન કરી અને તેમને જરૂરિયાત પ્રમાણે દવા આપવામાં આવેલ હતી.

સેવા વીકના છઠ્ઠા દિવસે બે દિવ્યાંગ લોકોને ટ્રાયશિકલ આપવામાં આવેલ .જેમાં એક સાઇકલ ચિત્ર હનુમાનજી ધૂન મંડળનાં સૌજન્યથી આપવામાં આવેલ.આજ દિવસે નાની વાવડી ગામની 14 વર્ષની દીકરી ધ્રુવીબેન ચોહાણનો જન્મ દિવસ હોય પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના વાળ કેન્સર પીડિત બેનોની વિગ બનાવવા હેર ડોનેશન કરી જન્મ દિવસ ઉજવણી કરીને સમાજને નવો રાહ બતાવેલ હતો. સેવા વીકના છઠ્ઠા દિવસે પ્રજ્ઞાચક્ષુ પુનર વશન કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે 165 ભાઈઓ, બહેનોને ડ્રાયફ્રુટ યુક્ત ચિલ્ડ દૂધ ખવડાવવામાં આવ્યો હતો.

સેવા વિકનાં છેલ્લા દિવસે લાયન્સ સ્કૂલ નવલખીરોડ ખાતેના 350 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. તેજ દિવસે ઓમ શાંતિ વિદ્યાલય સરદાર બાગ,

- text

ખાતે ચાઇલ્ડ હુડ કેન્સર અને સર્વરોગ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના 388 બાળકો નું શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત RBSKની ડૉકટરની ટીમ દ્વારા ડૉ. શૈલેષભાઈ પરેજીયાના સીધા માર્ગદર્શન નીચે વિધાર્થીઓનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આમ આ સેવા વિકને સફળ બનાવવા લાયન્સ પરિવાર મોરબીની સેવા ભાવિ આંતર રાષ્ટ્રીય સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી મેઈન, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ, લાયન્સ કલબ ઓફ મોરબી સિટી, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસ, લિયો ક્લબ ઓર મોરબી નજર બાગ રોયલ,લિયો કલબ ઓફ મોરબી સિટી નાં બધાજ લાયન મેમ્બરનાં તન મન ધન નાં સહકારથી આખા સેવા વીકને ખુબજ સફળ અને સાનદાર બનાવી ખરા અર્થમાં લાયન્સ ઇન્ટરનેશનલનાં સેવાનાં ઉદ્દેશ્યને ખરા અર્થમાં સાર્થક કરેલ હતું. તેવું સેવા વીકના પ્રોજેકટ ચેરમેન તુષારભાઇ દફતરી એ જણાવેલ છે.

- text