કાયમ કમળના આસન પર બિરાજતા હોવાથી પદ્માસના તરીકે ઓળખાતા સ્કંદમાતાપુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણનમોરબી : નવરાત્રિના તહેવારમાં માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રિનું પાંચમું નોરતું છે અને આ દિવસે સ્કંદમાતાની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદમાતાનું નામ ભગવાન કાર્તિકેયથી આવ્યું છે. મા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી તે સ્કંદમાતા કહેવાઈ. સ્કંદમાતાને વાત્સલ્યની મૂર્તિ માનવામાં આવે છે.સ્કંદમાતાનું સ્વરૂપસ્કંદમાતાને ચાર ભૂજાઓ છે. તેમણે જમણી તરફ કાર્તિકેયને ખોળામાં લીધા છે. નીચેની ભૂજામાં કમળનું ફૂલ છે અને અન્ય તરફ વરમુદ્રા છે. નીચે એક હાથમાં બીજું શ્વેત કમળનું ફૂલ છે. સિંહ તેમનું વાહન છે કારણ કે તે સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી છે. આ માટે તેમની ચારે તરફ સૂર્ય અલોકિત તેજોમંડળ દેખાય છે. કાયમ કમળના આસન પર બિરાજતા હોવાથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. સ્કંદમાતાની કથાપૌરાણિક કથા અનુસાર તારકાસુરે બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા. તારકાસુરે બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે. તેથી, તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું, કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારેય પરણશે નહીં અને પુત્ર થશે નહીં. એટલે તે મરશે પણ નહીં.વરદાન મળતાં જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોકો મહાદેવ શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટા થયા ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે.અન્ય કથા મુજબ કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઈન્દ્ર ભયથી ધ્રૂજવા લાગ્યા. ઈન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યા. ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણન છે.