વાંકાનેરના હસનપર ઓવરબ્રીઝ નજીક ટ્રિપલ અકસ્માત અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે રોડ હસનપર ઓવરબ્રીજ ઉપર ટ્રક ચાલકે સ્કોર્પિયો કારના ઠાઠામાં ટક્કર મારતા સ્કોર્પિયો આગળ ઉભેલી ટાટા ટિયાગો ગાડીમાં ભટકાતા આ વિચિત્ર ટ્રિપલ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે રોડ હસનપર ઓવરબ્રીજ ઉપર ટ્રક નંબર GJ- 01- X -5387ના ચાલકે આગળ ઉભેલી GJ-03-AJ-3607નંબરની સ્કોર્પિયો ગાડીમાં પાછળના ભાગે ટ્રક ભટકાડતા સ્કોર્પિયો ગાડી આગળ ઉભેલી પાર્થભાઇ પ્રવીણભાઇ દેવમુરારીની માલિકીની ટાટા ટીયાગો નંબર GJ-03-KP-0135 સાથે અથડાતા ટિયાગો ગાડીમાં નુકશાન પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.