મોરબી : આદર્શ નિવાસી શાળાનાં ધો.11 અને 12ના વિદ્યાર્થીઓએ મકનસર વિડ મુલાકાત લીધી હતી. જેમાં આર.એફ.ઓ. જિલ્લા ફોરેસ્ટ વિભાગ તરફથી પ્રાકૃતિક શૈક્ષણિક શિબિર યોજવામાં આવી હતી.આ પ્રાકૃતિક શૈક્ષણિક શિબિરનું આયોજન આર.એફ.ઓ.સોનલબેન સેલું દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો વિશે માહિતી આપવામાં આવી હતી. વિધાર્થીઓને વૃક્ષો અને પ્રાણીઓ વિશે બહોળી માહિતી આપી અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું .આ વિડમાં 111000 જેટલા વૃક્ષો ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉગાડવામાં આવ્યા છે.આદર્શ નિવાસી શાળા તરફથી પ્રાકૃતિક શૈક્ષણિક શિબિરમાં દવેભાઈ, વિજયભાઈ, ઉમેશભાઈ, દેવચંદભાઈ વગેરેએ ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.