મોરબી : આગામી તારીખ 18 ઓક્ટોબરના રોજ ઓ.આર. પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા માટે મોરબી સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ પટેલે સૌને અપીલ કરી છે.પાટીદાર સમાજના અગ્રણી ઓ.આર. પટેલની 11મી પૂણ્યતિથિ નિમિત્તે તારીખ 18 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉમિયા માતાજી મંદિર- સિદસર, મોરબી, માળિયા, હળવદ, ટંકારા, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે નજીકના સ્થળે રક્તદાન કરીને સેવાના આ કાર્યમાં સહભાગી થવા માટે મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ પટેલ દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.