માતા ચંદ્રઘંટાની દસ ભુજાઓમાં કમળનું ફૂલ, ગદા, બાણ, ધનુષ, ત્રિશુળ, ખડગ, ચક્ર, ખપ્પર અને અગ્નિ સુશોભિત છેમહાદેવ શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે માતાએ શિર પર ઘંટના આકારનો ચંદ્ર ધારણ કર્યો હોવાની માન્યતા મોરબી : આજે શારદીય નવરાત્રિનું ત્રીજું નોરતું છે અને ત્રીજે નોરતું એટલે માતા ચંદ્રઘંટાની આરાધનાનો અવસર. આ દિવસે વિધિવિધાન પ્રમાણે માતા ચંદ્રઘંટાનું પૂજન કરીને ઉપવાસ કરવામાં આવે છે. માતા પાર્વતીએ દુષ્ટોનો સંહાર કરવા મારવા માટે માતા ચંદ્રઘંટાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે માનવામાં આવે છે કે માં ચંદ્રઘંટા એ માતા પાર્વતીનો પ્રસન્ન અવતાર છે. તેમજ તેઓ શાંત સ્વભાવના દેવી છે. ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ મનને શાંતિ આપનારું છે. ચંદ્રઘંટા માતા સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા ધારણ કરેલ છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. માતા ચંદ્રઘંટા સિંહની સવારી કરે છે. તેમજ માં ચંદ્રઘંટા વાઘ પર બેસીને આવે છે, તેવી પણ માન્યતા છે. માં ચંદ્રઘંટાની કથાપ્રાચીન શાસ્ત્રો પ્રમાણે જ્યારે મહાદેવ શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે માતા પાર્વતીએ તેમના શિર પર ઘંટના આકારનો ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. અન્ય દંતકથા અનુસાર, જ્યારે મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું હતું, ત્યારે દેવતાઓ તેના ઇરાદાથી ડરી ગયા હતા. આથી, ઇન્દ્ર સહિત તમામ દેવો ભગવાન વિષ્ણુ, મહેશ અને બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુર અંગે વાત કરી હતી. ત્યારબાદ ત્રિદેવ ગુસ્સે થયા અને તેમનામાંથી એક ઊર્જા ઉત્પન્ન થઈ, જે માં ચંદ્રઘંટા તરીકે પ્રખ્યાત થઈ હતી. દેવતાઓએ ચંદ્રઘંટાને તેમના અસ્ત્રો અને શસ્ત્રો આપ્યા, જેના પરિણામે માતા ચંદ્રઘંટા એ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના અત્યાચારોથી મુક્ત કર્યા હતા.