મોરબી : મોરબી પંથકમાં હાઇવે ઉપર બિનજરૂરી માટીના તથા કાટમાળના ઢગલા કરવાનું દુષણ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. અમુક તત્વો જાણી જોઈને બીજાને નડતરરૂપ બને તે રીતે માટીનો ખડકલો કરે છે. આવું જ લાલપર રોડ ઉપર બન્યું છે અહીં અજાણ્યા તત્વોએ રોડ ઉપર માટીનો ઢગલો કરી નાખ્યો છે. હવે તંત્રએ આ મામલે તપાસ આદરી દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર જણાય રહી છે.