દિનેશ વડસોલા NCRT ન્યુ દિલ્હી ખાતે આગામી તા. 19 થી 21 ઓક્ટોબર માસ્ટર ટ્રેનર ટ્રેનિંગ પ્રાપ્ત કરશેમોરબી : મોરબીના પૂર્વ બીઆરસી શૈક્ષિક મહાસંઘના જીલ્લા અધ્યક્ષ અને માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાની PMSHRI શાળાના માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી થઈ છે. જે આગામી ન્યુ દિલ્હી ખાતે તા. 19 થી 21 ઓક્ટોબર સુધી માસ્ટર ટ્રેનર ટ્રેનિંગ પ્રાપ્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 5મી સપ્ટેમ્બર-2022ના સરકારી શાળાની કાયા પલટ કરવા પ્રધાનમંત્રી સ્કુલ ફોર રાઈઝિંગ ઈન્ડીયા-પીએમશ્રી પ્રોજેક્ટનો વિચાર રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની 14,500 શાળાઓ પૈકી ગુજરાતની 274 શાળા પૈકી મોરબી જીલ્લાની માધાપરવાડી કન્યા શાળા, બાજીરાજબા કન્યા શાળા, હળવદની રણમલપુર, વાંકાનેરની વરડૂસર, ટંકારાની સજ્જનપર વગેરે શાળાની પસંદગી કરવામાં આવી છે. જેના ભાગરૂપે શાળામાં પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ સાથેના સ્માર્ટ કલાસરૂમ, કમ્પ્યુટર સાથે કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા,અનેક પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે, હવે પછી શાળામાં નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ થશે,આ સ્કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ તેમજ સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવશે. આ શાળાઓના વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ઇન્ડોર,આઉટડોર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એવું સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવશે. આ PMSHRI શાળામાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત વપરાશ માટે પણ અનેકવિધ શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવામાં આવશે.શાળામાં ઘટતા વર્ગખંડો સ્વચ્છતા સંકુલ વગેરે સુવિધાઓ ઉભી કરવા આવશે, PMSHRI યોજનામાં સમાવેશ કરવામાં આવેલ શાળાઓના આચાર્યો શિક્ષકોને શૈક્ષણિક રીતે સજજ કરવા આગામી દિવસોમાં તાલીમ આપવા માટે 54 વર્ષની ઉંમરે પણ 34 વર્ષના યુવાન જેવું કામ કરતા અને કોઈપણ શૈક્ષણિક સામાજિક, રાજકીય કાર્યક્રમોમાં જેમનું યોગદાન અને ઉપસ્થિતિ હોય જ એવા મોરબી જિલ્લાના પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પૂર્વ બીઆરસી કો.ઓર્ડીનેટર, શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને માધાપરવાડી કન્યા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાની મોરબી જિલ્લા PMSHRI સ્કૂલના માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી થતા આગામી તા.19 થી 21 ઓક્ટોબર-2023 સુધી NCERT ન્યુ દિલ્હી ખાતે તાલીમમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ 132 જેટલા શિક્ષણવિદો સાથે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.