માતાના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છેમહાદેવ શિવને પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને તેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યુંમોરબી : નવરાત્રિનો ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિમાં શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે નવરાત્રિ. આજે શારદીય નવરાત્રિનું બીજું નોરતું છે. નવદુર્ગાના નવ રૂપમાં બીજું રૂપ બ્રહ્મચારિણીનું છે. બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. તેને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. બ્રહ્મચારિણી માતાએ મહાદેવ શિવને પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને તેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું. ભોજન છોડવાના કારણે તેમને 'અર્પણા' પણ કહેવાય છે.બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપબ્રહ્મચારિણી નામમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. માતાના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઇન તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના કારણે અદભુત તેજ તથા કાંતિના દર્શન થાય છે.બ્રહ્મચારિણી માતાની દંતકથાપૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ દક્ષ પ્રજાપતિના ઘરે બ્રહ્મચારિણીના રૂપમાં જન્મ લીધો હતો. એક વખત તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. તેમની તપસ્યા લાંબા સમય સુધી ચાલી. ભીષણ ગરમી, કડકતી ઠંડી અને ધોધમાર વરસાદથી પણ તેમની તપસ્યા ન તૂટી. દેવી બ્રહ્મચારિણી ફક્ત ફળ, ફૂલ અને બિલિ પત્રના પાનનું ભોજન કરતા હતા. ભગવાન શિવ ન મળ્યા તો તેમણે આ વસ્તુઓનો પણ ત્યાગ કરી દીધો અને ભોજન અને પાણી વગર પોતાની તપસ્યા ચાલુ રાખી. એક વખત દેવી બ્રહ્મચારિણીની આ તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વરદાન આપતા કહ્યું કે તેમના જેવું કઠોર તપ આજ સુધી કોઈએ નથી કર્યું. તમારી આ અલૌકિક તપસ્યાના ચારેબાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે. તમારી મનોકામના જરૂર પુરી થશે. મહાદેવ તમને પતિ રૂપમાં જરૂર મળશે.