મોરબી : મોરબીની OSEM C.B.S.E. સ્કૂલમાં આજરોજ રાસની રમઝટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રિ-પ્રાઈમરી થી ધો-12 સુધીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી યંગ ઇન્ડિયા ગૃપના મેન્ટોર અને સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજક દેવેનભાઈ રબારી, મોરબ ક્લોક એસોસિએશનના પ્રેસિડન્ટ શશાંકભાઈ દંગી, એડવોકેટ-નોટરી કાજલબેન ચંડીભમર, સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતના મહાનુભવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ કેટેગરીના વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા તેમજ સર્વે સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.