આ પ્રશિક્ષણ શિબિરમાં 40 સભ્યોએ ભાગ લઈ રંગોળીના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યોમોરબી : અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જીલ્લા સમિતિ અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, મોરબી દ્વારા સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં આવેલા વરિયા પ્રજાપતિ બોર્ડિંગ ખાતે બે દિવસીય રંગોળી વર્કશોપ ભૂઅલંકરણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ શિબિરમાં 40 જેટલા સભ્યોએ ભાગ લઈ રંગોળીના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો હતો. અને ઓછા સમયમાં વિશાળ ફલક ઉપર રંગોળી કરવાનો મહાવરો પ્રાપ્ત કર્યો હતો. આ બે દિવસીય શિબિરમાં રંગોલી વિદ્યામાં ગુજરાત પ્રાંતના સંયોજક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેવા તજજ્ઞ યોગેશભાઈ યેલવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા, મહામંત્રી પ્રાણજીવનભાઈ પૈજા, કોષાધ્યક્ષ મયૂરીબેન કોટેચા તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા, ખજાનચી જયેશભાઈ બારેજીયા સહીતના સંસ્કાર ભરતી જીલ્લા સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.