મોરબી : મોરબીમાં વાહનચોરીના બનાવ રોજિંદા બન્યા છે ત્યારે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ તેમજ માળીયા તાલુકાના સરવડ ગામેથી બે અલગ અલગ કિસ્સામાં મોટરસાયકલની ચોરી થતા મોરબી સીટી એ ડિવિઝન અને માળીયા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી મામલે ફરિયાદ નોંધાઈ છે.પ્રથમ ફરિયાદમાં મોરબી અયોધ્યાપુરી મેઇનરોડ ઉપર આવેલ મોરબી શોપીંગ સેન્ટરની અંદર શેરીમાથી જીતેન્દ્રભાઇ સુંદરજીભાઇ ભટાસણા રહે.ધરતીપાર્ક-1, કુળદેવી ડેરી વાળી, શેરી પંચાસર રોડ વાળાનું 40 હજારની કિંમતનું બાઈક તા.3/10/23ના રોજ ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજી ફરિયાદમાં માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ વાલજીભાઇ સરડવાની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તા.13ના રોજ અજાણ્યો તસ્કર સતેશ્વર હનુમાનજીના મંદીર પાસેથી ચોરી કરી લઈ જતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.