મોરબી : પંચાસર રોડ ઉપર વજન કાંટાના ગોડાઉનમાં આગ ભભૂકી

- text


ફાયર બ્રિગ્રેડે બે કલાકની જહેમતના અંતે આગ ઉપર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર વજન કાંટાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આથી ફાયર બ્રિગ્રેડે બે કલાકની જહેમતના અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગથી લાખોનું નુકસાન થયાનો અંદાજ છે.

મોરબીના પચાસર રોડ ગીતામિલની બાજુમાં અતારીસ્કેલમાં વજન કાંટા બનાવતાં ગોડાઉનમાં ગઈરાત્રે ભીષણ આગ ભભૂકી હતી અને જોતજોતામાં આખું ગોડાઉન આગની લપેટમાં આવી જતા ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસએ ઘટના સ્થળ પર દોડી જઈને આગ ઉભર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમના જણાવ્યા મુજબ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ટીમએ પીજીવીસીએલનો કોન્ટેક્ટ કરી મેઈન લાઈન બંધ કરી પાણીનો મારો ચલાવી 2 કલાકના અંતે આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

- text

- text